અનિષ ગારંગે

મત્તી જગાવ


પોસ્ટર 

પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે
દિવાલમાં ગુંદરનો આક્રોશ ઊભરી આવે છે
છાપાંનાં અપાર પાનાં
ફિલ્મોનાં લોભિયાં બૅનર
મૅગેઝિનનાં નાગાં ખાનાં
પુ્સ્તકોનાં થાકેલાં કવર
ચુંબકીય જાહેરાત
બધામાં એક જ ચહેરો ઉપસી
જાણે સરકસ બતાડે છે.
પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે. 

ખમણની કઢી મારા જ ચહેરા પર ઢોળાય છે
બેસણાની ખબર દરરોજ મારી જ હોય છે
પે ઍન્ડ યૂઝમાં મારા ઉપર જ મૂતરાય છે
સરઘસમાં મારા જ ફોટા પર કાળક લાગે છે (કાળક - કાળો રંગ)
ક્યારેક ડૂચો બનું
તો ક્યારેક પોલીસ સ્ટેશનના પાટિયા પર લટકું 

રેલવે સ્ટેશનની થૂકેલી દિવાલ પર
રિક્ષાના અભદ્ર હૂડ પર
પાનની પીચકારીમાં 
ગુમશૂદા વ્યક્તિની જાહેરાતના કાગળો રોજ બદલાય છે
તો પણ કાગળોના તહેખાનામાં એટલા ચહેરા ભાગે છે
જાણે બધાં પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે.

 

 

મત્તી જગાવ 
(ભાંતુ બોલી)

મેરે ચેહરે સ યો નકાબ મત્તી હટાવ
મેરે જખ્માં પ તૉં મલમ મત્તી લગાવ
મેરે સીન્ને મ ભી એક આગ જળતી હ
તૉં ઉસક મ ચિનગારી મત્તી લગાવ
આયીગા લાવા જિસ દિન બહાર મેરા...
કોઈ નાહીં બચંગડા
રાખ હોઈ જાંગડે સારે
ઉસ તૂફાના કુ તૉં મત્તી જગાવ

મેરે મ ભી એક આવાઝ હ
મેરે મ ભી એક દરાર હ
મેરે મ ભી એક મશાલ હ
મેરે મ ભી એક ખયાલ હ
મેરે મ ભી એક સોચ હ
મેરે મ ભી એક ભૂખ હ
પર તૉં ક્યા જાણ
પથરા ક હ તેરા દિલ
જીસક મ રહવતે હ સાપ્પા કે બિલ
પૈંતરે સારે તૉં માહર પ મત્તી અજમાંવ
ઉસ તૂફાના કુ તૉં મત્તી જગાવ......

ગુસ્સા ઘણા હ માહર અંદર
ચુભ્ભે હ ન જાણે કિતને ખંજર
બેઆબરૂ હુએ હ અપને નજરા મ
દેખે હ એસે કિતને મંજર.....
કાળા જાદુ કર, ક કર જંતર-મંતર.....
હું તો ચાલતા રેહંગડા
મીલો મીલ નિરંતર....
મેરે રસ્તે મ તૉં રોડા મત્તી બગાવ
ઉસ તૂફાના કુ તૉં મત્તી જગાવ.....